ગુજરાતનું એક એવું ગોકુળીયુ ગામ, જ્યાં એક પણ ધાબાવાળું મકાન નથી, આ ગામમાં છત ન હોવા પાછળ મોમાઇમાંનો ઇતિહાસ છુપાયેલો છે.

Uncategorized

તમે હાલના સમયમાં જોવા જાઓ તો એક પણ ગામ કે સ્થળ જોવા નહીં મળે કે ત્યાં ધાબાવાળી કોઈ છત ના હોય. આજના જમાનામાં સૌ કોઈને પસંદ ધાબાવાળું મકાન હોય. પણ ગુજરાતમાં એક એવું ગામ છે કે જ્યાં કોઈ ધાબા વાળું મકાન નથી. તેના પાછળ ઘણા કારણ છે.

જે ગામનું નામ છે કચ્છ જિલ્લાના ભુજથી નજીક આવેલું સણોસરા ગામ. તમે આજના આધુનિક જમાનામાં નહીં માનો કે આ ગામમાં એક પણ પાકી છત વાળુ મકાન નથી. આ ગામ અત્યારે ગોકુળિયા સણોસરા તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. આ ગામ કચ્છી રબારી ઓનું સૌથી મોટામાં મોટું ગામ માનવામાં આવે છે.

આ ગામમાં છત ન હોવા પાછળ મોમાઇમાંનો ઇતિહાસ છુપાયેલો છે. 600 વર્ષ પહેલા ભુજ તાલુકાના મોટા બંદરા જાગીર દ્વારા રબારી સમાજના માલધારીઓને સીમાડો આપવામાં આવ્યો હતું. ત્યાં ડુંગરની ધાર ઉપર જે તે વખતનું મોમાઇ માનુ મંદિર આવેલું છે. તેમાં નવાઈની વાત એ છે કે બધા મંદિરના દ્વાર પૂર્વ દિશામાં હોય પરંતુ આ મંદિરના દ્વાર પશ્ચિમ દિશામાં છે.

સણોસરા ગામને કચ્છી રબારીઓએ વસાવ્યું ત્યારથી જે તે વખતના સમાજના આગેવાનોએ નિર્ણય કર્યો કે માતાજીનું મંદિર મેડી વારુ હોય તો ગામના લોકો પોતાના મકાન પર છત કે માળ ન બાંધે અને મકાન આગળ ચાલી પણ ન બાંધે. માટે મોમાઈ માની ટેક હોવાના કારણે પૈસે ટકે સુખી હોવા છતાં તે પ્રણાલી આગળ વધારી રહ્યા છે. આજના સમયમાં પણ ફક્ત માતાજીનું મંદિર જ પાકી છત વાળું છે બાકી ગામમાં બીજા મકાન નડીયા કાતો પતરાવાળા છે. ત્યાં રહેનારા ગામવાસીઓને આ મકાનમાં રહેવાનો ખૂબ જ ગર્વ છે.

સણોસરા ગામ માં ક્યારેય પણ ચોરીનો બનાવ બન્યો નથી. આ ગામમાં તમે જશો અને જોશો તો તમે જ્યાં નજર નાખશો ત્યાં તમને મંદિર જ દેખાશે. જે ગામની ધાર્મિકતા પ્રગટ કરે છે. ત્યાં વસેલા ગામલોકોને માં મોમાઈ માતા પર ખૂબ જ આસ્થા છે. ચારે બાજુ ડુંગરો થી ઘેરાયેલું આ ગામ ખૂબ જ સુંદર લાગે છે માટે જ આ ગામની ગોકુળિયું સણોસરા ગામ કહેવાય છે.

સણોસરા ગામમાં ભાદરવા સુદ ચૌદસના દિવસે મેરો ભરાય છે. તે દિવસે ગામનો વ્યક્તિ જય ક્યાંય પણ રહેતો હોય તો પણ ભાતીગર ભેડ માતાજીના મેળામાં અવશ્ય આવે છે. મોમાઈ માં આ ગામને વધુ સમૃદ્ધ બનાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *