મેષ : આ રાશિના જાતકોને વેપારીક યાત્રા દ્વારા વિશેષ ફાયદો મારતો જોવા મળી રહ્યો છે. નોકરી અંગે તેમના યોગ ખુબ સારા જોવા મળી રહ્યા છે. પરિવારમાં એકબીજા પ્રત્યે પ્રેમમાં વધારો થાય. અઠવાડિયાના અંતમાં કામનું ભારણ વધી શકે છે.
વૃષભ : તમે કોઈ કાર્ય કરી રહ્યા છો તેમાં તમને સલાહ આપવા વાળા વધુ મળશે. બધા લોકોની વાત સાંભરજો પણ તમને યોગ્ય લાગે તે કરજો. જો તમે નોકરી કરી રહ્યા છો તો પ્રમોશનના ચાન્સ છે. પ્રેમ સબંધ ખુબ જ રોમાન્ટિક રહેશે.
મિથુન : આ સપ્તાહમાં તમે સામાજિક કાર્યોમાં જોડાશો જેનાથી તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. પારિવારિક સુખ સંપત્તિ વધતી જોવા મળી શકે છે. તમે કોઈ કાર્ય કરતા હોવ ત્યારે વાણી પર સંયમ રાખવો ખુબ જરૂરી છે.
તમને આવતો અભિપ્રાય ખુલ્લા મને રાખશો તો તે તમને સાનુકૂળ રહેશે.
કર્ક : આ સપ્તાહે તમે પરિવાર જોડે વધુ સમય આપશો જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જો તમે વેપારી યાત્રા કરી રહ્યા છો તો તમે ધીરજ રાખશો તો તમારું પલ્લું ભારે રહેશે. કોઈ કાર્ય કરી રહ્યા છો તો અતિ ઉત્સાહિત થશો તો ગંભીર પરિણામ આવી શકે છે.
સિંહ : પૈસા આવવાની તકો વધુ છે, પરંતુ બિનજરૂરી ખર્ચ પણ વધી શકે છે. તમારી જીવન પ્રણાલીમાં બદલાવ લાવો. પરિવારમાં ખુશાલીનો માહોલ રહેશે અને એકબીજા પ્રતે પ્રેમમાં વધારો થશે. વડીલોના સારા આશીર્વાદ મળી રહેશે.
કન્યા : તમને આ અઠવાડિયે ઘણા ફેરફાર જોવા મળી શકે છે. તમે વિચાર્યું ન હોય તેવું નવું કામ મળી શકે છે. બહારની ખાણીપીણી ટારો તેટલું વધુ યોગ્ય રહેશે. ઘરની અંદર બિન જરૂરી ખર્ચ ટારજો.
તુલા : ધંધાકીય યાત્રા દ્વારા મહદંશે સફરતા મળી શકે. લોકો તમારા જોડે નિરાશાજનક વર્તન કરી શકે છે. આ અઠવાડિયું તમારા માટે ન સારું કે ન ખરાબ જેવું રહેશે. સમાજમાં તમારી વાહવાહી થઇ શકે. કોઈ પણ અડચણ આવે ઉદાસ થવાની જરૂર નથી.
વૃષિક : તમે તમારા શરીરની કરજી માટે અવનવા ઉપાયો કરી શકો છો. જેના કારણે તમને શરીરમાં હકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે. તમે જે કાર્ય કરશો તેમાં તમને તમારા મિત્રોનો સારો સહયોગ મળશે. વાહન ચલાવતી વખતે સચેત રહેવાની જરૂર છે.
ધન : તમારા પરિવારના સભ્યો તમને મદદ કરવા માટે આગળ આવશે જેથી તમને અંદરથી ખુશી થશે. પ્રેમ સબન્ધમાં એકલતા અનુભવી શકો છો. ગુસ્સા અને વાણી પર કંટ્રોલ રાખવો ખુબ જરૂરી છે. તમારા માટે ધન પ્રાપ્તિની ઉજળી તકો છે.
મકર : પ્રેમ સંબંધ માટે ખુબ સારો સમય છે તમે તમારા પ્રેમી સાથે ફરવા જઈ શકો છો. જોડે તમે તમારી કારકિર્દીની પણ એટલી જ ચિંતા કરતા હસો. તમને ગુસ્સો આવે તો થોડીવાર શાંત થઈને બેસી જવું હિતાવત રહેશે.
કુંભ : આ રાશિના જાતકોને અચાનક નાણાકીય લાભ થઇ શકે છે. કામનું ભારણ વધુ રહી શકે છે. કોઈની જોડે વાતચીત કરતા હોવ ત્યારે વાણી પર સંયમ રાખવો જરૂરી છે. તમે હાથમાં લીધેલો પ્રોજેક્ટ જલ્દી પૂરો થઇ જશે. કોઈ વેપારીક યાત્રા કરતા હોવ તો ટાળી દેવી હિતાવત છે.
મીન : પ્રેમ સંબંધમાં અહંકાર રાખશો તો ટકરાવ વધી શકે છે. તમે જે કાર્ય કરશો તેના માટે સ્થિતિ અનુકૂળ રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવું જરૂરી છે. શક્ય હોય તો મુસાફરી ટારજો. સમાજની અંદર તમારો પ્રભાવ વધી શકે છે.