આપણા વડાપ્રધાન ઘણી વખત નાના બાળકો સાથે વાત ચીત કરતા જોવા મળે છે. તે બાળકોને યોગ્ય માર્ગદર્શન પણ આપે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાળકો ખુબ ગમે છે. તે બાળકોને પોતાના યુવાન દોસ્ત પણ માને છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાળક હોય કે ખેલાડી હોય બધા લોકો જોડે વાત કરીને તેમનો ઉત્સાહ વધારવાનું કાર્ય કરે છે.પરીક્ષા ના સમય ગાળા દરમિયાન વિધાર્થી મિત્રોનો ઉત્સાહ વધારવા મટે તેમની જોડે વાત કરીને યોગ્ય માગદર્શન પૂરું પાડે છે.
એક દસ વર્ષની છોકરી પાછલા ઘણા સમય થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની ઈચ્છા હતી ત્યારે આ છોકરીને વિચારતી હતી કે હું શું કરુતો મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી શકું તેથી તે એક દિવસ પોતાના પિતાના લેપટોપ માંથી વડાપ્રધાન ઈમેલ મોકલે છે.અને તે ઇમેલમાં કહે છે હેલો સર હું તમારી મુલાકાત કરવા માંગુ છું.વડાપ્રધાન મોદી સામે જવાબ આપતા કહે છે દોડી ને આવીજા બેટા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત કરવી આ ખુબ નસીબ ની વાત છે. એવો મોકો ખુબ ઓછા લોકોને મળે છે. વડાપ્રધાને મહારાષ્ટ્ર્ના નેતા રાધાકૃષ્ણ પાટીલ ની દસ વર્ષની પૌત્રી અનીષા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મલવાની ઈચ્છા હતી તો વડાપ્રધાન અનીશાને મલવા માટે તૈયાર થઇ જાય છે.અનીષા અને વડાપ્રધાન વચ્ચે દસ મિનિટ વાત ચાલે છે.
અહમદનગર કે સંસદ ર્ડો સુજય વિખે પાટીલ સંસદ ભવન પહોંચ્યા તો વડાપ્રધાન પૂછે છે અનીષા ક્યાં છે મુલાકાત દરમિયાન અનીષા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુબ સવાલો કરે છે અને વડાપ્રધાન તેના જવાબો આપે છે અનીષા કહે છે આ તમારી ઓફિસ છે.તમારી ઓફિસ કેટલી મોટી છે.તમે આખો દિવસ અહીં બેસો છો તે સમયે અનીષા દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ વડાપ્રધાન આપે છે.આ નાનકડી મુલાકાતમાં ઉંમરમાં નાની અનીશાના પ્રશ્નો ખુબ મોટા હતા.અનીષા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહે છે તમે ગુજરાતના છો તમે ભારતના રાષ્ટ્રપતિ ક્યારે બનશો અનીષાનો આ સવાલ સાંભરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ત્યાં હાજર બધા લોકો હસવા લાગે છે.