વોટ્સએપમાં પહેલાથી જ ડીલીટ મેસેજ ફોર એવરીવન છે જે ૬૮ મિનિટ ૧૬ સેકન્ડ માટે છે એટલે કે આટલી મિનિટ માટે તમે દરેક માટે મેસેજ ડિલીટ કરી શકો છો. માહિતી અનુસાર આ સમય મર્યાદા વધારીને સાત દિવસ અને ૮ મિનિટ કરવાની યોજના ચાલી રહી છે.
મેસેજિંગ એપ WhatsApp હવે વધુ એક નવા ફીચર પર કામ કરી રહી છે. WhatsApp હાલમાં નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચર પહેલાથી જ હાજર મેસેજ ડીલીટ ફીચરનું એક્સ્ટેંશન હશે. હાલમાં, તમને દરેક માટે મેસેજ ડિલીટ કરવા માટે લગભગ 69 મિનિટનો સમય મળે છે, જ્યારે નવી સુવિધાની રજૂઆત પછી, તમે સાત દિવસ પછી પણ દરેક માટે મેસેજ ડિલીટ કરી શકશો.
WABetaInfoએ સૌથી પહેલા આ આવનાર ફીચર વિશે જાણકારી આપી છે, જે મુજબ આ નવું ફીચર WhatsApp ડેસ્કટોપ બીટા 2.2147.4 પર જોવામાં આવ્યું છે. WABetaInfo એ નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડિલીટ કરવામાં આવેલો મેસેજ એક દિવસ જૂનો છે.
આ મહિનાની શરૂઆતમાં, એક અહેવાલ આવ્યો હતો કે જેમાં કહેવામાં આવ્યું હતું કે દરેક માટે ડિલીટ હવે કાયમ માટે ચાલુ કરવામાં આવી રહ્યું છે, ત્યારબાદ તમે જ્યારે પણ ઇચ્છો ત્યારે દરેક માટે એક મેસેજ ડિલીટ કરી શકશો. WABetaInfo દ્વારા પણ આ સુવિધાની પુષ્ટિ કરવામાં આવી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે વર્તમાન 4,096 સેકન્ડની સમય મર્યાદાને વધારીને અનલિમિટેડ કરવામાં આવશે, જો કે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે WhatsAppનું ‘delete for everyone’ 2017માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન મેસેજ ડિલીટ કરવા માટે સાત મિનિટનો સમય આપવામાં આવ્યો હતો, જે બાદમાં ઘટાડીને ૬૮ મિનિટ કરવામાં આવ્યો હતો.