નિકાસકાર અનાજના વૈશ્વિક બજાર રશિયા અને યુક્રેનમાં તણાવની સ્થિતિ વિકરી છે ત્યારે કોઈ પણ સમયે ઉધ્ધ થઈ શકે તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. તે કારણોથી મકાઈ અને ઘઉં ના ભાવમાં ઉછારો આવ્યો છે. મકાઈ નો વાયદો સાત મહિનાની ટોચે પહોંચ્યો છે તો ઘઉંનો વાયદો 1 મહિનાની ટોચે પહોંચ્યો છે. આગામી સમયે હજુ પણ વધી શકે તેમ જાણકારોનું માનવું છે.
આ વર્ષે રવી સીઝનમાં ચણા અને રાયડાએ ઘઉંને સાઈડ લાઇન કરી દીધા છે. પરંતુ સલામત આવક તરીકે અમુક વિસ્તારમાં ઘઉંનું વાવેતર થતું હોય છે. સલામત આવક એટલા માટે કહેવાય કે ગમે તેટલી માંડી તેજી હોય પરંતુ આ પાક ૫૦ રૂપિયા જેટલો ઉતાર ચઢાવ રહેતો હોય છે. દેશમાં ગયા વર્ષની સરખામણીએ સવા ટકા જેટલું વાવેતર ઘટયું છે તો ગુજરાતમાં પિયત ઘઉં માં આઠ ટકા જેટલું વાવેતર ઘટયું છે. હાલની પરિસ્થિતિ જોતા ઘઉંનો પાક શી સલામત છે જેથી સારું ઉત્પાદન થઈ શકે છે.
જાણો વિવિધ બજારોના ઘઉંના ભાવ
પાટણ: 384 થી 437
પાલનપુર: 397 થી 445
વિજાપુર: 390 થી 433
પ્રાંતિજ: 350 થી 390
હિંમતનગર: 400 થી 445
જામનગર: 316 થી 461
બોટાદ: 234 થી 500
જેતપુર: 401 થી 454
જૂનાગઢ: 380 થી 431
ભાવનગર: 410 થી 471
આ પ્રમાણેના વિવિધ બજારોમાં ઘઉંના પાકના અલગ અલગ ભાવ રહ્યા હતા.