શા માટે આ પિતા માગે છે પોતાના 6 બાળકો માટે મોત…..જાણો આ પિતા કરુણ કહાની

viral

આગ્રામાં રહેતા 6 બાળકોના માતા-પિતાએ તેમના બાળકો માટે ઈચ્છામૃત્યુની માંગ કરી છે. અસાધ્ય રોગથી પીડિત આ બાળકોના માતા-પિતાએ રાષ્ટ્રપતિને પત્ર લખીને ઈચ્છામૃત્યુની માંગ કરી છે.

આ પરિવારનું કહેવું છે કે તેઓ ગરીબીમાં તેમના બાળકોની સારવાર કરાવવા માટે સક્ષમ નથી, તેથી તેમણે વડાપ્રધાન મોદીને બાળકોની સારવારની વ્યવસ્થા કરવા પણ અપીલ કરી છે.

મિઠાઈની દુકાનમાં કામ કરતા નઝીર (પિતા)ની આર્થિક સ્થિતિ એવી નથી કે તે પોતાના બાળકોની મોટી હોસ્પિટલોમાં સારવાર કરાવે, તેમ છતાં તે પુત્ર સુલેમ સાથે દિલ્હીની AIIMSમાં ગયો, પરંતુ પૈસાના અભાવે તેણે આગ્રા પાછા ફર્યા.

ડૉક્ટરો કહે છે કે આ બાળકોને એવી અસાધ્ય બિમારી છે જેનો કોઈ ઈલાજ નથી, ઉંમરની સાથે તેમના હાડકાં નબળા થવા લાગ્યા અને આજે સ્થિતિ એવી છે કે તેઓ પથારીવશ જીવન વિતાવી રહ્યાં છે.

બાળકોની માતા તબસ્સુમે કહ્યું કે, બાળકો પોતાની મેળે કંઈ કરી શકતા નથી.જો કે ઈચ્છામૃત્યુની માંગ કરતો પત્ર લખ્યા બાદ વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સંજ્ઞાન લેતા આગ્રાના એડીએમએ નઝીરના બાળકોની સારવારની વ્યવસ્થા કરવાની વાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *