આજે પણ ભારતમાં ઘણા મંદિર આવેલા છે.દરેક મંદિર પોતાની એક અલગ વિશેષ્ઠતા ધરાવે છે.ભરતમાં આવેલા મંદિરો વિષેના રહસ્યો આજે પણ અકબંધ છે.મંદિરોના રહસ્યો શોધવા માટે ઘણા વૈજ્ઞાનિક પ્રયત્નો કર્યા છે.પણ આ મંદિરોના રહસ્ય શોધવામાં વૈજ્ઞાન પણ નિષ્ફ્ળ સાબિત થયું છે.આજે હું તમને એક એવા મંદિર વિષે જણાવીશ જે જાણીને તમને વિશ્વાસ થશે નહીં પણ આ એક સાચી ઘટના છે
ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં ખજુરાહો નામની એક જગ્યા આવેલી છે. આ જગ્યા ઉપર ઘણા મંદિર આવેલા છે.ખજુરાહોના મંદિરમાં અદભુત શિલ્પકલા આવેલી છે.તેમાં એક મંદિર ભગવાન શિવનું આવેલું છે.આજે પણ ખજૂરાહોમાં આવેલા ભગવાન શિવના મંદિર માં શ્રાવણ માસમાં ભગવાન શિવના મંદિરમાં શિવના ભક્તોનું ઘોડા પૂર આવે છે.આ શિવના મંદિરમાં એક શિવલિંગ આવેલું છે.જેની ખાસિયત વિષે તમે નહીં જાણતા હોય
મિત્રો તમે શિવલિંગ તો જોયા હશે પણ ખજુરાહોમાં આવેલા ભગવાન શિવના મંદિરમાં આવેલું શિવલિંગ એક અલગ વિશેષ્ઠતા ધરાવે છે. જેને જાણીને દુનિયાના મોટા મોટા વૈજ્ઞાનિક પણ પરેશાન છે.આ શિવલિંગ ની ઊંચાઈ નવ ફૂટ છે પણ આ શિવલિંગ ની ઊંચાઈમાં દર વર્ષે વધારો થતો જોવા મળે છે.આ રહસ્યને શોધવા માટે એંજિનરે અને વૈજ્ઞાનિકો ખુબ મહેનત કરી પણ આ રહસ્ય હજી વણઉકેલાયેલું છે.આ મંદિરનું નામ મતંગેશ્વર છે.
આ શિવલિંગ વિષે આપણા પવિત્ર ગ્રન્થો માં પણ જણાવામાં આવ્યું છે. શિવલિંગની બીજી એક વિશેષ્ઠતા ધરાવે છે શિવલિંગ જમીનની ઉપર જેટલું દેખાય છે તેટલું જ જમીનની અંદર સમાયેલું છે.લોકોના કહેવા પ્રમાણે આ મંદિરની સ્થાપના સદિયો પહેલા રાજા હર્ષવર્ધને કરાવી હતી.શિવલિંગ દરવર્ષે જમીન ઉપર જેટલું વધે છે તેટલું જમીન ની નીચે વધે છે. આ શિવલિંગ જમીનની ઉપર અને જમીનની નીચે સરખી ઊંચાઈમાં વધે છે.તેના વિષે એવું કહેવામાં આવે છે જે દિવસ શિવલિંગની ઊંચાઈ વધીને પાતારલોક પહોંચી જશે તે દિવસ પુથ્વી પર પ્રલય આવશે અને કલિયુગનો અંત થશે.
મતંગેશ્વર મંદિરમાં આવેલા શિવલિંગની પૂજા કરવા માટે અને તેના દર્શન કરવા માટે દર વર્ષે લખો ભક્તો આવે છે. ભગવાન શિવના દરબારમાં આવેલો ભક્ત ની મનોકામના ભગવાન શિવ અવશ્ય પુરી કરે છે.