બોલિવુડ એક્ટ્રેસ યામી ગૌતમે પોતાના મનનો ડર અને ઇનસિક્યૉરિટીને બહાર કાઢવા માટે એક પોસ્ટ લખી છે. આ પોસ્ટ દ્વારા એક્ટ્રેસે પોતાની ઇંસ્ટા ફેમિલીને જણાવ્યું કે ટીનેજના સમયથી તે કેરાટોસિસ પિલારિસ જેવી સ્કિનની સમસ્યાથી ઝઝૂમી રહી છે જેની કોઈ સારવાર નથી. તેની સાથે જ આ લાંબી પોસ્ટમાં યામી ગૌતમે પોતે એક ફોટો શેર કરતા કહ્યું છે કે આખરે કઈ રીતે તે પોતાની આ સ્કિનની સમસ્યાને કંસીલરથી છુપાવે છે.
યામી ગૌતમે લખ્યું કે હાલમાં જ મેં પોતાની કેટલીક તસવીરો ક્લિક કરાવી અને જેવી જ આ તસવીરો પોસ્ટ પ્રોડક્શન માટે જવાની હતી તો મેં વિચાર્યું કે કેમ નહીં હું પોતાના સ્કિનની સમસ્યા કેરાટોસિસ પિલારિસ બાબતે બધાને જાણવું અને તેને એક્સેપ્ટ કરું અને સમજાઉ કે જો મને આ સમસ્યા છે તો આ સાધારણ વાત છે. ઓકે છે. હું જેવી છું તેવી રહું છું. યામીએ આગળ લખ્યું કે જે લોકો તેની બાબતે નથી જાણતા તેમને હું જણાવી દઉં કે આ એક એવી સમસ્યા છે જેમાં સ્કીન પર નાના નાના બમ્પ આવી જાય છે. હું દાવા સાથે કહી શકું છું કે આ એટલા પણ ખરાબ નથી હોતા જેટલા તમે સાંભળીને અનુભવી રહ્યા હશો.
હું પોતાની સ્પેશિયલ ટીમનો આભાર માનવા માગું છું. તેની સાથે જ યામી ગૌતમે પોતાની મેકઅપ અને સ્ટાઈલિંગ ટીમને પણ ટેગ કરી. આ એ રીતેની બીમારી હોય છે જેમાં તમારા હાથની ઉપરના હિસ્સા, કોણી અને થાઈઝ ઉપરના હિસ્સામાં લાલ રંગના બમ્પ આવી જાય છે. જેમની સ્કીન ડ્રાઈ હોય છે તેમનામાં ખુજલીની સમસ્યા પણ ઉત્પન્ન થાય છે. જે લોકોને આ સમસ્યા છે તેમને ગ્લાઈકોલિક એસિડથી બનેલી ક્રીમનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવે છે.