યાત્રાધામ પાવાગઢનું મંદિર આ તારીખથી માઇ ભક્તો માટે રહશે બંધ, જાણો કારણ

Uncategorized

પાવાગઢ ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. પાવાગઢમાં માતા મહાકાળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં માઇભક્તો આવતા હોય છે. ત્યારે જો તમે પાવાગઢમાં માતાજીના મંદિરે દર્શન કરવા જવાનો પ્લાન બનાવતા હો તો આ સમાચાર તમારા માટે છે. પાવાગઢનું મંદિર ભક્તો માટે આગામી ૫ દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.

માહિતી અનુસાર, પાવાગઢ મંદિર ૧૩ ડિસેમ્બરથી ૧૭ ડિસેમ્બર સુધી ભક્તો માટે બંધ રહેશે. આ નિર્ણય મંદિરની કામગીરી ચાલી રહી હોવાના કારણે લેવામાં આવ્યો છે.મહત્ત્વની વાત છે કે પાવાગઢમાં માતાજીનું વિશાળ મંદિર નિર્માણ પામી રહ્યું છે. આ મંદિરના બાંધકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. માત્ર મંદિર જ નહીં પણ તેની આસપાસના વિસ્તારનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે.

મંદિરમાં પગથિયાં પહોંચવા માટે તેને પણ નવા બનાવવાની કામગીરી ચાલી રહી છે. અહીંયા ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે એકઠા થતા હોય છે.તેથી ભક્તોને અગવડતા ન પડે અને તેઓ સરળતાથી માતાજીના દર્શન કરી શકે તે માટે આ પ્રકારનું સુચારુ આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૭ ડિસેમ્બર બાદ માઈભક્તો માતાજીના દર્શન કરવા માટે પાવાગઢ જઈ શકે તેવું મંદિરના ટ્રસ્ટીઓનું કહેવું છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા ડેવલોપ કરવામાં આવેલી www.pavagadhtemple.in ના માધ્યમથી માઈભક્તો ઘરે બેઠા-બેઠા માતાજીના દર્શન કરી શકશે. હાલમાં મંદિરના નિર્માણની છેલ્લા તબક્કામાં કામગીરી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *