હાલના આ આધુનિક જમાનો એટલે કે ટેકનોલોજીનો જમાનો કહેવાય ત્યારે સોશ્યિલ મીડિયાનો ક્રેઝ ખુબ ઝડપથી વધી રહયો છે. સોસીઅલ મીડિયાના કારણે એક બીજા જોડે સંકરાયેલું રહેવાય છે. પોતાના અને પરિવારના ફોટા કે વીડિયો એકબીજા ને આપ લે કરી શકાય છે. લોકો ખુબ ઝડપથી લોકપ્રિય બનવા માટે ઘણીવાર અજીબો ગરીબ કારનામા કરી બેસતા હોય છે. તેવા વિડિઓ સોસીયલ મીડિયા પર મુક્ત હોય છે. આવા લોકોની તો હાલમાં હોડ લાગી છે.
ઘણીવાર લોકો ખોટી લોકપ્રિયતાના અને નામના મેરવવા માટે એવા કામ કરી બેસતા હોય છે કે તેમનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. તેની ઘણીવાર ગંભીર પરિણામ પણ જોવા મળતું હોય છે. તમારી સામે પણ આવા વિડિઓ આવ્યા હશે. અહીં આપણે તેવા જ એક વિડીયો વિષે વાત કરી રહ્યા છીએ જે હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. તે વીડિયોને રેલવે મંત્રીએ તેમના ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે અને લોકો એક સલાહ પણ આપવામાં આવી છે કે આવા ખોટા પગલાં ન ભરવા.
તે વીડિયોની વાત કરીએ તો તેમાં એક યુવક ખોટા નખરા કરતો નજરે પડે છે અને તે દરમિયાન તે ટ્રેનમાંથી નીચે પડી જાય છે. તેનું નસીબ કે તેનું માથું પાટા પર આવતા બચી જાય છે. આ વીડિયોને રેલવે મંત્રી તેમના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરતા લખ્યું કે ચાલુ ટ્રેનમાં સ્ટન્ટ બતાવવાએ બહાદુરી નહીં, પણ મૂર્ખની નિશાની છે. તમારું જીવન મૂલ્યવાન છે, તેને ખતરામાં ન મુકો. તે સિવાય તેમને લખ્યું કે નિયમોનું પાલન કરો, અને સુરક્ષિત યાત્રાનો આનંદ લો.