આ વસ્તુને કાચી ન ખાવી જોઈએ, થઇ શકે છે ફૂડ પોઇઝનિંગ !

Health

માનવી માટે ભોજન એટલા માટે જ બન્યું છે જેથી તે તેને ખાઈ ને પોતાનું શરીર સારી રીતે ચલાવી શકે. ખાવાનું બનાવવા મો અને ખાવાને લઇને ઘણા પ્રકાર ના બદલાવ કરવામાં આવે છે. અત્યારે લોકો અલગ-અલગ ડીશ બનાવી ને ખાય છે. જેના વિશે આપણે ખબર પણ નહીં હોતી. તેના થી જીભ ને સ્વાદ મળે જ છે,સાથે મન ને સુખ મળે છે.
કેટલાક ખાદ્ય પ્રદાથો એવા છે કે જેને રાંધી ને ખાઈ શકાય અને બીજા કાચા ખાઈ શકાય. કેટલાક લોકો કાચું ખાવામાં અચકાતા નથી. જો આવું કરવાથી સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક સાબિત થઇ શકે છે. તમારો ખોરાક બરાબર રાંધી નથી ખાતા તો તમારો જીવ પણ જઈ શકે છે.


બટાકા :- શાકભાજી ના રાજા એટલે બટાકા. દરેક ના ઘરે બટાકા ખવાતા હશે. બટાકા કોઈપણ શાકભાજી સાથે ખાઈ લેવામાં આવે છે. ક્યારેય પણ બટાકા ને રાંધ્યા વગર ખાવા ન જોઈ એ. બટાકા માં સ્ટાર્સ નું પ્રમાણ વધુ હોય છે , જે ખોરાક ને પચાવાનું કામ કરે છે.બટકા ને કાચા ખાવાથી પેટ ફૂલે છે તથા પેટમાં દુખાવો થઇ શકે છે.

દૂધ:- દૂધ ને એક સંપૂર્ણ આહાર પણ કહેવામાં આવે છે. તેને ખોરાક માં ઉપયોગ કરવાથી સારા એવા પોષકતત્ત્વો મરી રહેતા હોય છે. મોટાભાગ ના લોકો હેલ્થ માટે ભેંશ અથવા ગાય ના કાચા દૂધ નો ઉપયોગ કરતા હોય છે. દૂધ માં શરીર ને તકલીફ પહોંચાડે તેવા બેકટેરિયા જેવા કે સાલ્મોનેલા અને ઇકોલી હોય છે. જેને ગરમ કરતા તેમાં રહેલા બેકટેરિયા નાશ પામે છે. દૂધ ને ગરમ કરીને સેવન કરવું એ વધુ હિતાવહ રહશે.


લોટ :- ઘણા લોકોને આદત હોય છે કે તેઓ કાચો લોટ પણ ખાતા હોય છે. લોટ નો ઉપયોગ રાંધીને કરવો જોઈએ. અનાજ એક એવી વસ્તુ છે કે તે ખેતર થી લઇ ને ઘરે પહોંચતા -પહોંચતા અનેક જીવાણું ના સંપર્ક માં આવતું હોય છે. તેથી જ લોટ ને રાંધી ને ખાવો જરૂરી છે.

ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *