ખેતર માં પાક લેવો છે પરંતુ પાણીની કાયમ સુવિધા નથી તેવી ફરિયાદો ઘણા ખેડુતો કરી રહ્યા છે. પરંતુ હવે તેનો આ પ્રશ્ન સોલ્વ થઇ શક્યો છે. પાણીની કાયમી સુવિધા નથી તેવા વિસ્તારો રાજસ્થાન પછી ગુજરાત માં પણ વધતા ગયા છે અને ખેડૂતો એ નવી પ્રદ્ધતિ અપનાવવાનું શરૂ કર્યું છે. આ ખેતર માં કેનાલ ના પાણી પહોંચતા નથી. બોરવેલ ફેલ થઇ જાય છે . સરફેણ પાણી નથી.પાણી ના કાયમી સ્ત્રોત નથી છતાં મબલખ ખેતીવાડી થાય છે.
આશ્ચર્ય સાથે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્વનગર, પાટણ અને મહેસાણા ના ખેડૂતો એ ખેતી કરી બતાવી છે. જે ખેડૂત ૫૦ વીઘામાં ના કમાય એટલું ૧૦ વીઘા માં કમાય છે. ગુજરાત ના પાડોશી રાજ્ય માં ભલે કોંગ્રેસ સરકાર હોય , ત્યાં ના ખેડુતો ની કમાલ જોઈ ને ગુજરાત ના ખેડૂતો એ પ્રદ્ધતિ થી ખેતીવાડી શરુ કરી છે. રાજસ્થાન માં તો ૨૦૦ ખેડૂતો એ ઇઝરાયલ જેવી ખેતી કરી ને કમાલ કરી છે, હવે ગુજરાત ના આ ૫ જિલ્લા કમાલ કરી રહ્યા છે.
રાજસ્થાન માં રણ માં જ્યાં રેતીના ટેકરા હતા ત્યોં ખેડૂતો એ ફળદ્રુપ ખેતી શરુ કરી છે. ખેમરામ નામ ના એક ખેડૂત પાસે બનસકાંઠા ના કેટલાક ખેડૂતો ગયા હતા. કચ્છ ના રણ ની ટેક્નોલાજી નો પ્રયોગ શરૂ કર્યો હતો. અને જોતજોતા માં ગુજરાત ના ૫ જિલ્લા માં આ ટેક્નોલોજી થી ખેતી કરવાની શરૂ કરી છે.
આ ખેડૂતો પોલીહાઉસ , ટપકસિંચાઈ , સોલાર પેનલ , ફેનપેડ ,લીલું ઘાસ અને તળાવ ના પાણી ની મદદ થી ખેતી શરૂ કરી છે. સરકારો પણ આ દિશા માં પ્રયત્નશીલ છે અને ખાનગી સંસ્થાઓ અને કંપનીઓ પણ મદદ કરી રહી છે.
