ગુજરાત સરકારે જણાવ્યું કે, CM વિજય રૂપાણી રાજ્ય માં બાયોડીઝલ ના નામે વેચવામાં આવતા ભળતા પ્રદાથોનું અનધિકૃત વેચાણ તાત્કાલિક અસર થી બન્ધ કરાવવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે. તેમને આવા ગેરકાયદેસર વેચાણ સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ કડક પગલાં લેવાના આદેશો પણ આપ્યા છે. રાજ્ય માં બાયોડીઝલ વેચાણ નીતિના અમલીકરણ અંગે મુખ્યમંત્રી ના અધ્યક્ષસ્થાને ગાંધીનગર માં મળેલી ઉચ્ચસ્તરીય બેઠક માં આપણા CM એ આ સૂચનાઓ આપી હતી.
બાયોડીઝલ ના નામે ભળતા પ્રદાથો વેચવાની મળેલી વ્યાપક ફરિયાદો ને ધ્યાન માં લઇ CM વિજય રૂપાણી એ તમામ પાસાઓ સંદર્ભે ચર્ચા વિચારણા કરી ને આ બેઠક માં કેટલાક વધુ નિર્ણયો પણ કર્યા હતા. આ બેઠક માં વિવિધ વરિષ્ટ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય માં બાયોડીઝલ ના નામે ભળતા પ્રદાથો વેચાતા અટકાવવાના હેતુસર મુખ્ય સચિવ અધ્યક્ષતા માં એક સ્ટેટ લેવલ કમિટી SLC ની રચના કરી ને તેમાં રાજ્ય પોલીસ વડા, ગૃહ વિભાગ ,નાણાં પુરવઠા વગેરે અધિકારીઓ નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
એટલું જ નહીં બાયોડીઝલ ના નામે અનઅધિકૃત પ્રદાથો નું વેચાણ એ રાજ્ય સરકાર ની આવક ને નુકશાન કરવા સાથે વાહનચાલોકો ના વાહનો ના એન્જીન તેમજ પર્યાવરણ ને પણ નુકશાન પહોંચાડે માટે અધિકારીઓ ને આકરા પગલાં લેવા પણ બેઠક માં તાકીદ કરવામાં આવી હતી.
રાજ્યમાં,હાલ બાયોડીઝલ ની કિંમત નહિવત ઉપલબ્ધતા હોવાથી રાજ્ય સરકાર દારા બાયોડીઝલ ના છૂટક વેચાણ ને કે રિટેઇલ આઉટલેટ મારફતે બાયોડીઝલ વેચાણની મંજૂરી આપવમાં આવી નથી.
આવા ઉત્પાદન અને વેચાણ ની વિગતો સરકાર સમક્ષ રજૂ કરવાની રહેશે. એટલું જ નહીં , આ અંગે ઉત્પાદન અને વેચાણ ની વિગતો યોગ્ય રેકોર્ડ પણ તેમણે નિભાવના રહશે આ બાબતે બેઠક માં નિર્ણય લેવામાં આવ્યો હતો. બાયોડીઝલ નીતિ અંગે નું વિગતવાર પ્રેઝન્ટટેશન અન્ન , નાગરિક પુરવઠા સચિવ મોહહમદ શાહિદે પ્રસ્તુત કર્યું હતું.