ઐતિહાસીક નિર્ણય/ પુજારી મંદિરનો માલિક નથી પરંતુ ભગવાન છે, સુપ્રીમ કોર્ટે લીધો મહત્વનો નિર્ણય

Uncategorized

મંદિરના નામે સંપત્તિનો માલિક કોણ છે? આ વાત અંગે હંમેશા મૂંઝવણ રહેતી હોય છે. કોઈપણ મંદિરના નામે તમામ સંપત્તિના માલિક મંદિરના ભગવાન છે, પૂજારી નહીં. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો મધ્યપ્રદેશના એક મંદિરના કેસમાં ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે પુજારી અને મેનેજમેન્ટ કમિટી માત્ર સેવક હશે, માલિક નહીં. આ નિર્ણય આપતી વખતે સુપ્રીમ કોર્ટે જમીન મહેસૂલના રેકોર્ડમાંથી પૂજારીઓના નામ દૂર કરવાનો આદેશ પણ આપ્યો હતો. કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે ભગવાન મંદિર સાથે જોડાયેલી જમીનના માલિક છે. પુજારીઓ માત્ર આ મિલકતોની જાળવણી માટે છે. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની કમિટીએ અયોધ્યા સહિત અગાઉના ઘણા ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું કે મંદિરની જમીનના પૂજારી ભાડૂત નથી, પરંતુ માત્ર રક્ષક છે. કોર્ટે કહ્યું કે જે પણ મંદિરમાં પૂજારી છે, તે ત્યાંના દેવતાઓને ભોગ અર્પણ કરશે. આ સાથે, તે મંદિરની જમીન પર ખેતીનું કામ પણ સંભાળશે.

સર્વોચ્ચ અદાલતે કહ્યું, કે ‘પુજારીનું કામ માત્ર પૂજા અને જમીનની સંભાળ પૂરતું મર્યાદિત રહેશે. સરકારી અધિકારીને પણ મેનેજર તરીકે ગણી શકાશે નહીં. સરકારી દસ્તાવેજમાં માત્ર ભગવાનનું નામ નોંધવામાં આવશે. જો મંદિર સંપૂર્ણપણે સરકાર હેઠળ છે અને તેની દેખરેખ સરકાર કરે છે, તો સરકારી અધિકારી મેનેજર બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *