સરકારે માસ્ક નો દંડ ઓછો કરવા પર હાઇકોર્ટ એ શું કહ્યું જાણો? જો માસ્ક વગર બહાર નીકર્યા તો આટલો દંડ ભરવા તૈયાર રહેજો!
કોરોના સંભવિત ત્રીજી લહેર અંગે સરકાર દ્વારા હાઈકોર્ટ માં સોગંદ નામુ કર્યું હતું તે આધારિત આજે હાઇકોર્ટ માં દાખલ કરાયેલ સોગંદનામાં પર ગઈ કાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન કોર્ટે સરકાર ને ટકોર કરી હતી કે ત્રીજી લહેર ન આવે તે માટે પ્રયત્નો કરે. કોરોના નું સંક્ર્મણ ફરી ન વધે તે માટે જનતા ને જાગૃત કરવાની જેમ કે માસ્ક પહેરવું, ભીડ ભેગી ન કરવી.
તે દરમિયાન સરકાર ના વકીલ કમલ ત્રિવેદી એ સરકાર વતી માસ્ક ના દંડ ની રકમ ઘટાડવા રજુઆત કરી. તેમને એવું કહ્યું કે જનતા ગાઈડ લાઈન નું યોગ્ય પાલન કરી રહી છે અને આવનાર કેસો માં પણ ધટાડો નોંધાયો છે. આ મામલે કોર્ટે કડક વલણ દાખવી ને કહ્યું કે માસ્ક ના દંડ માં કોઈ ફેરફાર નઈ થાય. હાઇકોર્ટ એ સવાલ કર્યો કે ત્રીજી લહેર ની શું સંભાવના છે? દંડ ની રકમ ઓછી કરવાથી લોકો શિસ્ત તા માં રહેશે ? તેની જવાબદારી સરકાર લેશે ?
આ અંગે હાઇકોર્ટે એમ કહ્યું કે ૫૦ ટકા જેટલું રસીકરણ થઇ જાય પછી કંઈક વિચારીશુ . હાઇકોર્ટ એ તો એમ પણ કહ્યું કે ૧૦૦૦ દંડ રાખ્યો તો પણ બીજી લહેર આવી. હાઇકોર્ટે એ વધુ માં એમ પણ કહ્યું કે જાણતા માટે માસ્ક જ વિકલ્પ છે, તેનાથી જ લોકો શિસ્ત માં છે. સામે એડવોકેટે એમ કહ્યું જનતા હવે પૈસા નથી તેમ કહીને ઉભી રહી જાય છે. હાઇકોર્ટે એમ પણ કહ્યું છે કે માસ્ક ન પહેરનાર ને દંડ ની જોડે કોરોના ના દર્દીની સેવાનું કામ પણ સોપો.
આપણે સૌ સૌ જાણીએ છીએ કે કોરોના આવ્યા પછી દુનિયાભર માં માસ્ક જીવન નું એક ભાગ બની ગયું છે. સૌથી સારો ઉપાય પણ તે જ છે. એટલે હવે કોઈ પણ માસ્ક વગર પકડાયું તો દંડ ની રકમ ૧૦૦૦ રૂપિયા જ રહેશે.માટે માસ્ક પહેર્યા વગર બહાર ન નીકરતા.માસ્ક પહેરીશું તો આપણને અને આપણા પરિવાર ને આ જીવલેણ રોગ કોરોનથી બચાવી શકીશું.