નોંધનીય છે કે નવસારીના વાંસડા તાલુકામાં બે દિવસમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા છે. રાત્રે 9:38 કલાકે આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.1 નોંધાઈ હતી. જ્યારે બીજો આંચકો આજે સવારે 6.48 કલાકે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.8 નોંધાઈ હતી.
વાંસદા નજીક હોલીપરામાં રાત્રે 9:38 કલાકે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. જ્યારે બીજા આંચકાનું કેન્દ્રબિંદુ ડાંગ જિલ્લાના નાનપાડા ગામમાં નોંધાયું હતું. આ રીતે સતત બીજા દિવસે ભૂકંપના બે આંચકા લોકોમાં અનુભવાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, નવસારીના વાંસડામાં પણ એક મહિના પહેલા ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1.9 હતી અને તેનું કેન્દ્ર નવસારીથી 42 કિમી પૂર્વમાં હતું. નવસારીના વાંસદામાં લગભગ એક મહિના પહેલા 20 દિવસમાં ભૂકંપના 3 આંચકા અનુભવાયા હતા. વાંસદા તાલુકામાં ફરી એકવાર ભૂકંપના બે આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આપણે ખૂબ જ શાંત પૃથ્વી પર રહેવા માટે ટેવાયેલા હોવાથી, જ્યારે પૃથ્વી ધ્રૂજે છે, ત્યારે મન ભયભીત કબૂતરની જેમ ફફડે છે. પછી ઘણી વખત પ્રશ્ન પૂછવામાં આવે છે કે ભૂકંપ શા માટે થાય છે? કેટલાકને ખબર છે તો કેટલાકને અધૂરી માહિતી છે. તો આજના EK Vaat Kau વિડિયોમાં, સરળ ભાષામાં સમજો કે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?