આકેડી ગ્રામ પંચાયત માં થયેલ વ્યાપક ભ્રષ્ટાચારની પોલ નહી ખુલે તો આખરે હાઈકોર્ટના દ્વાર ખખડાવી શું.

trending

આકેડી ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ખોટા જોબ કાર્ડ બનાવી સરકાર નાણાંનો દુરુપયોગ કર્યો હોવાની અરજદાર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીતેમજ તાલુકા વિકાસ અધિકારી ને લેખિત અરજી કરવામાં આવી હતી અને મહિલા સરપંચને ચાલુ સમયગાળા દરમિયાન ત્રીજું સંતાન હોવાની પણ લેખિત અરજી કરવામાં આવી છે પણ હજુ સુધી તેનો કોઈ ઉકેલ ન આવતા અરજદાર ગોવિંદભાઈ ચૌધરી તેમજ અમૃતગિરિ ગોસ્વામી તાલુકા પંચાયતના ધરમધક્કા ખાવા મજબૂત બન્યા છે….

પાલનપુર તાલુકા વિકાસ અધિકારી અભિષેક પરમાર ને બે તાલુકાના ચાર્જ હોવાથી સમયસર હાજર મળી શકતા નથી જેથી અરજદારો ગ્રામ પંચાયતના કામકાજને લઈ તાલુકા પંચાયતના ધરમ ધકકા ખાઇ રહયા છે તેવું અરજદાર ગોવિંદ ચૌધરી દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારી અભિષેક પરમારનો મીડિયા દ્વારા ટેલિફોનિક સંપર્ક કરતા આકેડી ગ્રામ પંચાયતના મહિલા સરપંચને ચાલુ સમયગાળા દરમિયાન ત્રીજુ સંતાન હોવાની લેખિત અરજી મળી છે જેની હાલમાં અરજી તપાસમાં છે અને જો તપાસ બાદ અરજદારને અરજીથી અસંતોષ હોય તો અપીલમાં જઈ શકે છે તેવું તાલુકા વિકાસ અધિકારી દ્વારા જાણવા મળ્યું છે..

મહિલા સરપંચ ના પતિનો ટેલીફોનીક સંપર્ક

મહિલા સરપંચના પતિ નો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે આ તમામ પ્રકારના વાતો પાયાવિહોણી છે. અને જો સાચી હોય તો યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. પ્રશ્ન એ ઊભો થયો છે કે કે શું નગરપાલિકામાંથી મેળવેલ જન્મ તારીખનો દાખલો ખોટો છે કે પછી મહિલા સરપંચના પતિ સાચા છે જેને લઇને અનેક સવાલો ઉભા થયા છે.

અરજદાર ગોવિંદભાઈ ચૌધરી તેમજ અમૃતગિરિ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તા.04-03 ના રોજ તાલુકા પંચાયત માંથી ગ્રામ પંચાયતના તલાટી ને નોટિસ ફટકારવામાં આવી છે પણ તલાટીની પેટનું પાણી હલતું નથી. ત્યારે હવે જોવાનું રહ્યું કે ચાલુ મહિલા સરપંચને ચાલુ સમયગાળા દરમિયાન ત્રીજું સંતાન હોવા છતાં કેમ તેમને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવતા નથી અને ગામમાં થયેલ વ્યાપક ભ્રષ્ટાચારની કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જો આ કાર્યવાહી યોગ્ય સમયમાં નહીં કરવામાં આવે તો અરજદાર ગોવિંદભાઈ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું કે આવનાર સમયમાં હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવી શું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *