ભારત માં હનુમાનદાદા ના ઘણા મંદિર આવેલા છે તેમાં આપણે ઘણી વખત હનુમાન દાદા ના દર્શન કરવા માટે હનુમાન મંદિરમાં જતા હોયે છીએ આજે હું તમને એક એવા મંદિર વિષે બતાવીશ જેને હનુમાન દાદાનું ઘર પણ કહેવામાં આવે છે આ હનુમાન મંદિર માં ખુબ મોટી સંખ્યામાં ભક્તો આવે છે આપણે બધા ખબર છે હનુમાનદાદા કળિયુગના એક માત્ર જીવિત દેવતા છે
આ મંદિર અયોધ્યાના સરાયું નદીના કિનારા પર આવેલું છે આ મંદિરને હનુમાનગઢી નામે ઓરખવામાં આવે છે હનુમાનગઢી મંદિર સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે જયારે પણ તમે અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા માટે જાઓ ત્યારે આ હનુમાનગઢી મંદિરના દર્શન કરવાનું ભૂલતા નહીં
એવું માનવામાં આવે છે જયારે ભગવાન શ્રી રામે લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યા પછી હનુમાન દાદા આ જગ્યાએ આવીને એક ગુફામાં રહેતા હતા અને અયોધ્યાની રક્ષા કરતા હતા આ કારણથી આ હનુમાન મંદિરનું નામ હનુમાનગઢી પડ્યું છે આ મંદિરને હનુમાનદાદાનું ઘર પણ કહેવામાં આવે છે આ હનુમાનગઢી મંદિર માં હનુમાનદાદા સાક્ષાત બિરાજમાન છે તે હાજર હજુર છે
એવું માનવામાં આવે છે કે અયોધ્યાના મહંત બાબા અભયરામને શુંજાઉદૌલા ના પુત્રની જીવ બચાવ્યો હતો જયારે તેમનો પુત્ર બીમાર થયો ત્યારે બધા હકીમ અને વૈદ્યએ હાથ ઊંચા કરી નાખ્યા હતા ત્યારે મહંત બાબા અભયરામએ મંત્રો ઉચ્ચાર કરીને હનુમાન દાદાનું ચરણામૃત વારું જળ તેની ઉપર નાખ્યું હતું તે પછી તેમનો પુત્ર સાજો થઇ ગયો હતો ત્યારે નવાબે પોતાના પુત્રનો જીવ બચી જવાની ખુશીમાં અહીં ૫૨ વીઘા જમીન આપી હતી
હનુમાન ગઢી મંદિર એક ગુફા મંદિર છે આ મંદિરમાં હનુમાનદાદા ની ૬ ઈંચ લાંબી પ્રતિમા આવેલી છે આ પ્રીતિમાંને હંમેશા ફુલીથી સુશોભિત રાખવામાં આવે છે મંદિરના પરિસરમાં હનુમાન દાદાની બાલ સ્વરૂપની પ્રિતમાં છે જેમાં તે પોતાની માતા અંજલિ ના ખોળામાં ખોળા માં જોવા મળે છે