અફઘાનિસ્તાનમાં ભૂખમરાની નોબત, મજૂરોને પૈસા નહીં ઘઉં વહેંચશે તાલિબાન.

trending

સંયુક્ત રાષ્ટ્રની એક માહિતી મુજબ અફઘાનિસ્તાનમાં લોકો ભૂખમરાની કગાર પર છે. દેશમાં આર્થિક સંકટ વચ્ચે તાલિબાન સરકારે જાહેરાત કરી છે કે તે મજૂરોને મજૂરી માટે પૈસાના બદલે ઘઉં આપશે. તાલિબાન સરકારને મજૂરોને પરિશ્રમિક તરીકે રૂપિયાની જગ્યાએ ઘઉં આપવા મજબૂર થવું પડી રહ્યું છે. પાકિસ્તાની અખબાર ડૉનના રિપોર્ટ મુજબ તાલિબાનની વચગાળાની સરકારે લોકોને શ્રમના બદલામાં ઘઉં આપવાની જાહેરાત કરી છે.

તાલિબાને આ યોજના દ્વારા કાબુલમાં લગભગ ચાલીસ હજાર લોકોને રોજગાર અપાવનું લક્ષ્ય રાખ્યું છે. આ યોજના અફઘાનિસ્તાનના કેટલાક મોટા શહેરોમાં લગું કરવામાં આવશે. તાલિબાનના પ્રમુખ જબીહુલ્લા મુજાહીદે કહ્યું કે આ યોજના દેશમાં બેરોજગારીથી લડવા અને ભૂખને પહોંચીવળવા માટે મહત્ત્વપૂર્ણ પગલું છે. આ યોજના હેઠળ કાબુલમાં બે મહિનામાં લગભગ ૧૧,૬૦૦ ટન ઘઉંનું વિતરણ કરવામાં આવશે.

એ સિવાય હેરાત, જલાલાબાદ, કંધાર, મજાર-એ-શરીફ અને પોલ-એ-ખોમરી સહિત દેશના બાકી શહેરોમાં ૫૫ હજાર ટન ઘઉં વિતરણ કરવાની યોજના છે. આ યોજના હેઠળ સુખાને પહોંચીવળવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. વિશ્વ ખાદ્ય કાર્યક્રમોએ એક નિવેદનમાં કહ્યું કે આપણે અફઘાનિસ્તાનમાં સામૂહિક નિષ્ફળતા નહીં થવા દઈ શકીએ. ઇન્ટરનેશનલ સમુદાયે અફઘાનિસ્તાનમાં સંકટ આપત્તિ બનતા પહેલા રોકવું જોઈએ.

સંયુક્ત રાષ્ટ્રના એક નવી માહતીથી જાણવા મળ્યું છે કે અફઘાનિસ્તાનમાં લગભગ ૧૯ લાખ લોકોએ પાક લીધા બાદ સીઝનના બે મહિના દરમિયાન ભોજનનું સંકટ જોયું છે જે પહેલા વર્ષની આ જ અવધિની તુલનામાં લગભગ ૩૦ ટકા વધારે છે. રિપોર્ટમાં એ આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે કે નવેમ્બર ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૨ સુધી અફઘાનિસ્તાનની અરધીથી વધારે વસ્તીઓને ભોજનનું સંકટ ઝીલવું પડી શકે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાને સિખોને આદેશ આપ્યો છે કે તેઓ ઇસ્લામ ગ્રહણ કરીને સુન્ની મુસ્લિમ બની જાય અથવા તો દેશ છોડીને જતા રહે.

ઇન્ટરનેશનલ ફોરમ ફોર રાઇટ્સ એન્ડ સિક્યોરીટી (IFFRAS )ના રિપોર્ટ મુજબ તાલિબાન સરકારે એ સ્પષ્ટ કરી દીધું છે કે સિખોએ ઇસ્લામ ધર્મ કબૂલ કરવો પડશે નહીં તો મારી નાખવામાં આવશે. તાલિબાન સરકાર ક્યારેય વિવિધાતાનો પ્રોત્સાહન નહીં આપે. રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે એવા દેશમાં લઘુમતીઓ પર નરસંહારનું જોખમ મંડરાઈ રહ્યું છે. તાલિબાને ૧૫ ઑગસ્ટના રોજ કાબુલ પર કબજો કર્યો હતો ત્યારબાદ દેશમાં ડરનો માહોલ બનેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *