ડ્રગ્સ કેસમાં અરેસ્ટ થઈ ચૂકેલા આર્યન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાની નામ લઈ રહી નથી. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે આ મુશ્કેલ સમયમાં બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન શાહરુખ ખાનને મળવા પહોંચ્યો છે. મુલાકાત કેમ કરવામાં આવી એ સ્પષ્ટ નથી પરંતુ અટકળોનો લગાવવાની શરૂઆત થઈ ચૂકી છે. સોશિયલ મીડિયા પર સલમાન ખાનની ગાડીની કેટલીક તસવીરો સામે આવી છે. તે શાહરુખ ખાનના બંગલા પર તેને મળવા પહોંચ્યો છે.
મોડી રાતે થયેલી આ મુલાકાતને લઈને ફેન્સમાં મનમાં ઘણા સવાલ ઉઠવા લાગ્યા છે.
આ સમયે શાહરુખ ખાનનું પરિવાર અલગ જ તણાવમાં છે એવામાં કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન પોતાના મિત્રની હિંમત વધારવા માટે ગયો છે. આમ તો જોવા જઈએ તો શાહરુખ અને સલમાન બન્ને ખાસ મિત્રો છે. ઘણા સમય પહેલા શાહરૂખ ખાને એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે, જ્યારે મારા બાળકોને સંકટ આવશે, સૌથી પહેલા સલમાન આવશે.
હાલ પૂરતો બીજા આરોપીઓ સાથે આર્યન ખાનને પણ એક દિવસની NCBની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી બાબતે શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન સહિત ૩ લોકોની ધરપકડ થઈ છે. NCB આર્યન ખાનની પૂછપરછ કરી રહી છે.