વિશ્વના મહાન સ્પિનરોમાંથી એક ઓસ્ટ્રેલિયાના શેન વોર્નનું નિધન થયું છે. તેઓ 52 વર્ષના હતા. ફોક્સ સ્પોર્ટ્સ ન્યૂઝ અનુસાર, વોર્ન થાઈલેન્ડના કોહ સમુઈમાં હતો. એવું માનવામાં આવે છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. વોર્નની મેનેજમેન્ટ ટીમ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, શેન કોહ સમુઈના એક વિલામાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. બાદમાં તેઓને બચાવી શકાયા ન હતા.
વોર્ને તેની છેલ્લી ટ્વીટ ૧૨ કલાક પહેલા કરી હતી. આ ટ્વીટમાં તેમણે રોડ મોર્શના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ ટ્વીટમાં તેણે લખ્યું છે કે તે અમારી રમતનો મહાન ખેલાડી હતો. તેમણે ઘણા યુવાન છોકરાઓ અને છોકરીઓને પ્રેરણા આપી.
શેન વોર્ને ૧૯૯૨ માં ભારત સામે સિડની ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ જાન્યુઆરી ૨૦૦૭ માં ઈંગ્લેન્ડ સામે સિડનીમાં જ રમી હતી.