હિંદુ ધર્મ સંસ્કૃતિમાં વ્રત અને ઉપવાસ કરવાનું સાંસ્કૃતિક મહત્વ છે. વ્રત કરવાથી ધન અને મન શુદ્ધ રહે છે. આત્મિક સુખ-સમૃદ્ધિ શાંતિ મળે છે. આપણી સંસ્કૃતિમાં મહિલાઓ અને કન્યાઓને દેવીનું રૂપ માનવામાં આવે છે.
સ્ત્રી તેના પરિવારમાં સુખની અને તેના પતિના સુખની પ્રાર્થના કરતી હોય છે. એટલે જ તે તેના સામર્થ્ય થી તેના પરિવાર ને સુખી રાખતી હોય છે. એના માટે તે બધા ઉપવાસ પણ કરતી હોય છે. મહિલાઓ તેમની ઈચ્છા થી વ્રત પણ કરતી હોય છે. કારણકે પિયર અને સસુરાલ મા સુખ-સમૃદ્ધિ હંમેશા રહે.
મહિલાઓને અમુક વ્રત કરવા જોઈએ. આ વ્રત કરવાથી મહાલક્ષ્મીનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. આવી મહિલાઓ ના ઘરેથી રોગ ઘરમાં થતો કલેશ વગેરે દૂર થઈ જાય છે. આવા ઘરમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
સોળ સોમવારનું વ્રત:- આ વ્રત બધા કરી શકે છે. ખાસ રૂપે આ વ્રત કુવારી છોકરીઓ અને સૌભાગ્યવતી મહિલાઓ કરતી હોય છે. કુવારી છોકરીઓ શિવજીના જેવો પતિ મેળવવા માટે આ વ્રત કરતી હોય છે. અને સૌભાગ્યવતી મહિલાઓ આ વ્રત તેમના સૌભાગ્યની રક્ષા માટે આ વ્રત કરતી હોય છે.
વડ સાવિત્રીનું વ્રત:- ભારતમાં આ વ્રત અલગ અલગ નામથી જાણીતું છે. મહિલાઓ તેમના પતિનું સારુ સ્વાસ્થ્ય અને લાંબી ઉંમર માટે આ વ્રત કરતી હોય છે.
કરવા ચોથ નું વ્રત:- આ વ્રત ખાસ કરીને દરેક મહિલા કરતી હોય છે. પતિને લાંબી ઉંમર અને સારુ સ્વાસ્થ્ય રહે તે માટે મહિલા આખો દિવસ ભુખી અને પાણી વગર રહી ને આ વ્રત કરતી હોય છે અને રાત્રે ચાંદ જોઈને પછી જ ભોજન કરતી હોય છે.
આવી જ રીતે પરિવારની ખુશી માટે મહિલા ઓ વૈભવ લક્ષ્મીનુ વ્રત, મહાલક્ષ્મીનુ વ્રત અને સંતોષી માતા નું વ્રત પણ કરતી હોય છે. વ્રત હંમેશા પૂરી શ્રદ્ધા વિશ્વાસ અને ભક્તિ સાથે કરવું જોઈએ.