દોસ્તો ભારતમાં ઘણા પ્રાચીન મંદિર આવેલા છે.ભારત એક એવો દેશ છે જ્યાં લોકોને દેવી દેવતા ઉપર આજે પણ શ્રદ્ધા છે.ભારત માં ભગવાન ઉપર શ્રદ્ધા રાખવારા લોકો ભારતના દરેક ખૂણામાં મરી આવશે.ભારત ઘણા મંદિર આવેલા છે જે દરેક મંદિર નો ઇતિહાસ છે.અહીં આવેલા મંદિર માં થતા ચમત્કારે આજે વૈજ્ઞાનિક પણ હેરાન છે.જે લોકો પોતાના સાચા મન થી મંદિર પાર્થના કરે છે.તેવા લોકોની મનોકામના અવશ્ય પુરી થાય છે.તેવા જ એક ખોડિયાર માં ના મંદિર વિષે જણાવીશ જ્યાં દર્શન કરવાથી બધા લોકોની મનોકામના પૂર્ણ થતી હોય છે.
ખોડિયાર માં નું મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામ થી ૫ થી ૬ કિલોમીટરના અંતરે આવેલું છે.આ મંદિર શેત્રુંજ નદીના કિનારે આવેલું છે.સૌરાષ્ટ્ર માં આવેલા આઈ શ્રી ખોડિયાર માતાના મંદિર માનું એક મંદિર છે.અહીં શેત્રુંજ નદીમાં આવેલા પાણી ના ધરાને ગળધરો કહેવામાં આવે છે.શેત્રુંજ નદીમાં આવેલા ગળધરાની બાજુમાં આવેલા ઊંચા પહાડો ઉપર આઈ શ્રી ખોડિયાર માતાનું મંદિર આવેલું છે.મંદિરમાં આવેલા એક ઝાડના નીચે ખોડિયાર માં ની સ્થાપના કરવામાં આવી છે.નદી કિનારે આઈ શ્રી ખોડિયાર માતાનું ભવ્ય મંદિર બનાવામાં આવ્યું છે.
એક દંત કથા અનુસાર ઘણા વર્ષો પહેલા એક ભયાનક રાક્ષસ હતો જેને મારીને સાત બહેનોએ ખાંડણિયામાં વાટી નાખ્યો હતો ત્યારબાદ ખોડિયાર માતાએ પોતાનો મનુષ્ય અવતાર તે ધરામાં દાટી નખ્યો હતો.તેથી તે ગળધરા કહેવાયું.મંદિર ના પરિસરમાં ઘણા સંતો ને ખોડિયાર માં એ કન્યાના રૂપમાં દર્શન આપ્યા છે.એવું કહેવાય છે રાજા નવઘણે ખોડિયાર માતાએ ઘણા વર્ષો પહેલા આ જગ્યા ઉપર દર્શન આપ્યા હતા.નવઘણ નો ઘોડા સાથે ઊંડી ખીણમાં પડ્યો હતો ત્યારે ખોડિયાર માં તેની રક્ષા કરી હતી.
આજે આ ખોડિયાર મંદિર ગળધરા માં હજારો ભક્તો આવે છે.અહીં ખોડિયારમાં સાક્ષાત બિરાજમાન છે.ખોડિયાર માં ઘણા ભક્તોની મનોકામના પૂર્ણ કરી છે.જે ભક્ત મંદિરના પરિસરમાં પોતાના સાચા મનથી ખોડિયાર માં ની ભક્તિ કરે છે તેના ઉપર આઈ શ્રી ખોડિયાર માં કૃપા વરસાવે છે.