માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આ કંપનીમાં ૧૫ કરોડનું રોકાણ કર્યું

Latest News
mgid.com, 746429, DIRECT, d4c29acad76ce94f

ક્રિકેટ જગત ના જાણીતા એવા મહાન ક્રિકેટર સચિન તેંડુલકર ક્રિકેટ ના ભગવાન તરીકે જાણીતા, હાલમાં જ એક એન્ટરટેઇન્મેન્ટ અને ટેક્નોલોજી કંપની માં મોટું રોકાણ કર્યું છે. આ કંપની તરફ થી જાણકારી આપવામાં આવી છે કે સચિન તેંડુલકર તરફ થી ૨ મિલિયન ડોલર એટલે કે લગભગ ૧૫ કરોડ રૂપિયા નું રોકાણ મળ્યું છે. જુના સાથીદાર કંપની માં કરવામાં આવેલું આ રોકાણ લાંબી ઇંનિંગ માટે સચિન દ્વારા લેવા માં આવેલું મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.


કંપની તરફથી આ રોકાણને લઇ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ એન્ટરટેઇનમેન્ટ અને ટેક્નોલોજી કંપનીનું નામ JetSynthesys(જેટસિન્થેસિસ) છે. આ રોકાણથી કંપનીને આગળ વધવામાં મજબૂતી મળશે. જણાવી દઇએ કે સચિન તેંદુલકર અને JetSynthesysનો નાતો જૂનો છે. પુણેની આ કંપનીની સાથે સચિનનું જોઇન્ટ વેંચર પણ છે. JetSynthesys અને સચિન બંનેના માલિક ક્રિકેટથી જોડાયેલ ડિજિટલ ડેસ્ટિનેશન, ૧૦૦ MB નામથી શરૂ કરવામાં આવી છે. સાથે જ ઈમર્સિવ ક્રિકેટ ગેમ જેમકે Sachin Saga Cricket Champions અને Sachin Saga VR પણ સામેલ છે. આ પહેલા આ કંપનીએ બે પ્લેટફોર્મ્સ લોન્ચ કરવા માટે સચિન સાથે હાથ મળાવ્યો હતો. જેમાં આ ગેમિંગ એપ્સ સામેલ છે.


આ કંપની ગેમિંગ, ડિજિટલ એન્ટરટેઇનમેન્ટ અને કેપ્ટિવ સોશિયલ પ્રોપર્ટીઝ જેવા ત્રણ બિઝનેસ મોડલ પર કામ કરે છે. ઉલ્લેખનીય છે કે ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી સચિન તેંદુલકર સફળ બિઝનેસમેનના રૂપમાં જીવન જીવી રહ્યા છે અને તેમણે ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું છે. JetSynthesys માં માત્ર સચિન જ નથી. દેશના નામી મોટા ચહેરાઓએ પણ રોકાણ કરી રાખ્યું છે. જેમાં આદાર પૂનાવાલા, ક્રિસ ગોપાલકૃષ્ણન સહિત થર્મૈક્સ, ત્રિવેણી ગ્રુપ, યોહાન પૂનાવાલા ગ્રુપ અને જેવી કંપનીઓ પણ સ્ટેકહોલ્ડર્સ છે. જણાવી દઇએ કે, JetSynthesys હાઇ નેટવર્ક પ્લેની સાથે મોબાઇલ ગેમ્સ ડેવલપ કરનારી કંપની છે. તેના ગ્લોબલ પબ્લિશિંગ પાર્ટનરશિપમાં WWE, Aqure Enix સહિત ઘણી નામી કંપનીઓ સાથે છે.


ઓનલાઇન ક્રિકેટ ગેમ Real Cricketને આ ગેમિંગ સ્ટુડિયોએ વિકસિત કરી હતી. જેને ૧૨ કરોડથી વધારે ડાઉનલોડ કરવામાં આવી છે અને તેના ૧.૨ કરોડથી વધારે મંથલી એક્ટિવ યૂઝર્સ છે. JetSynthesysએ ગેમ્સ ઉપરાંત ઈ-સ્પોર્ટ્સ કંપની Nodwin Gamingની પણ સ્થાપના કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *