સૈફ – કરીનાના બીજા બાળકનું નામ જહાંગીર છે કે જેહ, કેમ થઇ રહ્યો છે વિવાદ

Latest News

બોલિવૂડ કલાકારો ની દરેક વાતોમાં લોકોને રસ હોય છે. તેમના અફેર, બ્રેક એપ , પ્રેગ્નન્સી , બાબો કે બેબી નો જન્મ થયો , બાળક નું નામ શું રાખ્યું વગેરે વગેરે બાબતો લોકોને જાણવામાં રસ પડે છે. તો કેટલીક વાર વિરોધ પણ કરે છે. બોલિવૂડ ની જાણીતી કલાકાર જોડી સૈફ – કરીના ના બીજા બાળકનું નામ જાહેર થયું તો લોકો એ વિવાદ ઉભી કરી દીધો છે. તો જાણો કે સૈફ અને કરીનાએ તેમના બીજા બાળક નું નામ શું રાખ્યું છે ?


બોલિવૂડ કલાકાર કરીના કપૂર ખાને આ વર્ષ ના ફેબ્રુઆરી મહિનામાં બીજા બાળક ને જન્મ આપ્યો હતો. કરીના ના ચાહકો ત્યાર થી બાળક ના ચહેરા ની એક ઝલક જોવા અને નામ જાણવા માટે બેતાબ હતા, પરંતુ કરીના એ બાળક નો ચહેરો જાહેર નહતો કર્યો. કરીના ના પુત્ર ના નામ ને લઇ ને પણ અંદાજ લગાવવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા કરીના કપૂર ના પિતા રણધીર કપૂરે બાળક નું નામ જેહ બતાવ્યું હતું. જુલાઈ મહિનામાં એક ઇવેન્ટ દરમિયાન કરીના અને સૈફ બાળક ને જેહ નામ થી સંબોધન કર્યું હતું.


બોલીવુડ કલાકાર કરીના કપુર ખાને આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં બીજા બાળકને જન્મ આપ્યો હતો. કરીનના ચાહકો ત્યારથી બાળકના ચહેરાની એક ઝલક જોવા અને નામ જાણવા માટે બેતાબ હતા, પરંતુ કરીનાએ બાળકનો ચહેરો જાહેર નહોતો કર્યો.કરીનાના પુત્રના નામને લઇને પણ અંદાજ લગાવવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલાં કરીના કપુરના પિતા રણધીર કપુરે બાળકનું નામ જેહ બતાવ્યું હતું. જુલાઇ મહિનામાં એક ઇવેન્ટ દરમ્યાન કરીના અને સૈફે બાળકને જેહ નામથી સંબોધન કર્યું હતુ.


હવે આ રહસ્ય પરથી પરદો ઉઠી ગયો છે. સૈફ-કરીનાએ તેમના બીજા બાળકનું નામ જહાંગીર રાખ્યું છે. આ વાતનો ખુલાસો કરીના કપુરના તાજેતરમાં રિલીઝ થયેલા પુસ્તક કરીના કપુર ખાન પ્રેગનન્સી બાઇબલ- ધ અલ્ટિમેટ મેન્યુઅલ ફોર મોમ્સ- ટૂ-બીમાં કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં કરીનાએ પ્રેગનન્સી અને ડિલીવરી સંબંધિત પોતાના અનુભવો વિસ્તારથી બતાવ્યા છે. જો કે પુસ્તકમાં અનેક જગ્યાએ કરીનાએ તેના પુત્રના નામનું સંબોધન જેહ થી કર્યું છે. જો કે પુસ્તકના છેલ્લાં પાના પર કરીના તેના બીજા બાળકની તસ્વીર શેર કરી છે અને જહાંગીર નામ સંબોધન કર્યું છે.


આ જાણકારી સામે આવ્યા પથી સોશિયલ મીડિયા પર કરીનાના બીજા બાળકના નામ પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. કેટલાંક લોકોએ જહાંગીર નામનો વિરોધ કર્યો છે. જો કે કરીના સામે વિવાદનો વંટોળ ઉભો થયો હોય તેવું પહેલીવાર બન્યું નથી, પણ આ પહેલાં પણ જયારે 2016માં કરીનાએ પહેલાં બાળકને જન્મ આપ્યો અને તેનું નામ તૈમુર રાખવામાં આવ્યું ત્યારે પણ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ તૈમુર નામ સામે વિરોધ નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *