પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાંથી પતિ નિકની જોનસ સરનેમ કાઢી નાંખી છે. ત્યારબાદથી સોશિયલ મીડિયા પર માત્ર પ્રિયંકા અને નિક છૂટાછેડા લેવાની વાતોએ જોર પકડ્યું છે. જેની પર હવે પ્રિયંકા ચોપરાનો જવાબ આવ્યો છે. પ્રિયંકાએ જોનાસ સરનેમની સાથે તેની પોતાની ચોપરા અટક પણ હટાવી લીધી છે. અસલમાં પ્રિયંકાના આ સરનેમ હટાવ્યા પછીના થોડાં કલાકોમાં નિક જોનસે તેનો વર્કઆઉટ કરતો એક વીડિયો શેર કર્યો છે.
પ્રિયંકાની આ કોમેન્ટથી ક્લિયર થઈ જાય છે કે, તે નિકથી અલગ થવા નથી ઈચ્છતી. તેની સાથે લાઈફ પસાર કરવા ઈચ્છે છે. પ્રિયંકાની આ કોમેન્ટથી તેના ફેન્સને ઘણી રાહત થઈ છે. હજારો લોકોએ પ્રિયંકાની આ કોમેન્ટને લાઈક કરી છે. આ પહેલા પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ પ્રિયંકા અને નિકના ડિવોર્સ અંગે પોતાનું રિએક્શન આપ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર પુત્રી પ્રિયંકા ચોપરા અને નિકના લગ્ન અંગે ચાલી રહેલી પરેશાનીની અફવાઓ અંગે વાત કરી અને કહ્યું કે, આ બધુ બકવાસ છે અને લોકોએ અફવા ફેલાવવાનું બંધ કરવું જોઈએ.
પ્રિયંકા ચોપરા અને નિક જોનસે ૨૦૧૮ માં રાજસ્થાનના જોધપુરમાં રોયલ વેડિંગ કર્યા હતા. તેણે ખ્રિસ્તી અને હિંદુ બંને વિધી પ્રમાણે લગ્ન કર્યા હતા. હાલમાં જ પ્રિયંકા અને નિકે લોસ એન્જલસમાં તેમના પહેલા નવા ઘરમાં દિવાળીની પાર્ટી આપી હતી. જેના ફોટા અને વીડિયો પ્રિયંકાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મુક્યા છે. બંને જણા આ પાર્ટીમાં ઘણા ખુશ જોવા મળ્યા હતા.