ભારત એક ધાર્મિક દેશ છે ભારતમાં 33 કરોડ દેવી-દેવતાને પૂજવામાં આવે છે તેમાં બુધવારના દિવસે પ્રથમ પૂજનીય ભગવાન ગણેશને પૂજવામાં આવે છે બુધવારનો દિવસ ભગવાન ગણેશની સાથે બુધ ગ્રહ ને સમર્પિત હોય છે બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી તમારા જીવનના તમામ વિઘ્ન દૂર થતા હોય છે તેમજ તમારી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત થાય છે
સનાતન ધર્મમાં દરેક દિવસ કોઈના કોઈ દેવતાને સમર્પિત હોય છે બુધવારનો દિવસ સંપૂર્ણ રીતે ભગવાન ગણેશને સમર્પિત હોય છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ વિઘ્નો દૂર થતા હોય છે
બુધવારના દિવસ સાથે ભગવાન ગણેશનું શું સંબંધ છે તે આજે હું તમને બતાવીશ જ્યારે માતા પાર્વતી કૈલાશ પર્વત પર પોતાના બંને હાથ દ્વારા ભગવાન ગણેશનું નિર્માણ કર્યું હતું તે દિવસ બુધવારનો દિવસ હતો એટલા માટે ભગવાન ગણેશની પૂજા-અર્ચના માટે બુધવારનો દિવસ છે શુભ માનવામાં આવે છે
બુધવારના દિવસે મંદિરમાં જઈને ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે મોદકના લાડુનો ભોગ અર્પણ કરવો જોઇએ સતત ૭ બુધવાર સુધી મંદિરમાં જઈને ભગવાન ગણેશને લાડુનો ભોગ અર્પણ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે તે સાથે ભગવાન ગણેશની પૂજા કરતા સમયે ભગવાન ગણેશની પ્રિય દુર્વા ઘાસ પણ અર્પણ કરવી જોઈએ આ ઉપાય કરવાથી ભગવાન ગણેશની કૃપા વરસવા લાગે છે
નારદ પુરાણ અનુસાર બુધવારના દિવસે ગણેશ ચાલીસા કે ગણેશ સ્ત્રોતનો ૨૧ વખત પાઠ કરવાથી જીવનમાં આવતી તમામ પરેશાનીઓ દૂર થઈ જશે અને ઘર પરિવારમાં સુખ શાંતિ આવશે