આ ગુજરાતી ક્યારેક મંદિર ની બાર સૂતો હતો, આજે ૫૦૦૦ કરોડના બિઝનેસનો માલિક છે.

Uncategorized

આ ગુજરાતી એક કાઠિયાવાડી ગામડાના ગરીબ ઘરના પૂજારીનો છોકરો છે. રામરોટી ખાઈને મંદિરના ઓટલા પર સુઈ જતો અને તે નોકરી પણ કરતો પરંતુ મહિનાના ૭૦ rs કમાતો હતો. સવારે ૩:૩૦ વાગે આવતા પાણી આ કડકડતી ઠંડી માં નાહી લેવું પડતું. અને તેનો જે પગાર આવતો એ બધો જ તેના માં બાપ ને મોકલાવી દેતો હતો. પૂજાપાઠ અને દાનદક્ષિણા માંથી જે પણ થોડા પૈસા મળતા એમાંથી તે પોતાનું જીવન ચલાવતો હતો. આ છોકરો ૧૪ વર્ષની ઉમરે જ તે આટલું બધું સંગર્ષ કરતો હતો.

આ છોકરાનું નામ નરેન્દ્ર રાવલ છે. પોતાના બે હેલિકોપ્ટર પણ છે. કેન્યાની સરકાર તેને આ કાઠિયાવાડી છોકરાને પૂછીને પાણી પીવે છે એવું કહેવાય છે. હળવદ પાસે માથક નામનું નાનું ગામ છે ત્યાંનો છે આ નરેન્દ્ર રાવલ. બ્રાહ્મણ ચુનીલાલનો સૌથી મોટો છોકરો હતો આ નરેન્દ્ર્ર તેના પાપા ખેતી કરતા હતા અને તેમને એક નાનકડી દુકાન હતી પાનાપકડની. એમની પરિસ્થિતિ એટલી બધી સારી હતી ન હતી તો પણ મહેનત કરી તેમના છોકરાને ભણાવ્યો.


ઘર નાનું હતું એટલે કઈ પણ અવાજ થાય એટલે નરેન્દ્ર્ર નું ભણવામાંથી ત્યાં જતુ રહેતું હતું તેથી સ્કૂલ માંથી રોજ ફરિયાદ આવતી હતી. નરેન્દ્ર્ર નાનું મોટું કામ કરી ઘર વારાને મદદ કરતો થયો જેમકે દિવાળીના ટાઈમે ફટાકડા વેચતો, તરણેતરના મેળામાં રમકડાં વેચી ઘર વારા ના કે તો પણ તે આવા ધંધા કરી ઘર વારાઓ ની મદદ કરતો હતો.


તેમના પિતા એ તેમની સુરેન્દ્રનગરની હોસ્ટેલમાં મોકલી દીધા.ત્યાં પણ ફાવ્યું નાઈ તો ક્ચ્છભૂજ ની હોસ્ટેલમાં મોકલી દીધો. ભણવામાં થોડું ધ્યાન લગાવ્યું અને સંસ્કૃત ભાષા શીખી લીધી અને તે સમજદાર થઇ ગયો. જ્યોતિષ વિદ્યા શીખી બ્રાહ્મણનો છોકરો હતો એટલે પૂજાપાઠ ને એ બધુતો વારસામાં મર્યું હતું. નરેન્દ્ર્ર જે હોસ્ટેલ માં ભણતો હતો ત્યાં એક સ્વામિનારાયણ નું મંદિર હતું નરેન્દ્ર્ર ના વિચારો અને તેની આવડત જોઈને તે તે મંદિરના પૂજારી તરીકે તેની સ્થાન મર્યું હતું. મંદિરનું કામ અને ભણવાનું સાથે કરતો હતો. નાની મોટી વિધિયો કરતો કોઈના હાથ જોઈ આપતો તે લોકો જે દક્ષિણા આપે તેમાંથી તે પોતાનું ગુજરાન ચલાવી લેતો હતો.અને તેનો બધો પગાર ગામડે માં બાપ ને મોકલતો હતો.


ભણવાનું છોડી નરેન્દ્ર્ર વિદેશ ગયો તેને નૈરોબીના સ્વામિનારાયણના મંદિરમાં ૩ વર્ષ પૂજારી તરીકે કામ કર્યું અને તેના પિતાના બીમાર થવાના સમાચાર સાંભરી તે તેના ગામડે આવી ગયો. ત્યાં એક લેટર આવ્યો તમે આવતા નઈ તમારી જગ્યા પર બીજો માણસ આવી ગયો છે. પછી તે મોરબીની અજંતા ઘડિયારની ફેક્ટરી માં કામે લાગી ગયો. પગાર ઓછો હોવાથી કઈ થયું નઈ. ગમેતે રીતે ટિકિટના પૈસા ભેગા કર્યા અને આફ્રિકા જતો રહ્યો અને ત્યાં એક સ્ટીલની ફેક્ટરીમાં કામ કરવાનું ચાલુ કર્યું અને તે ફેક્ટરી થોડા જ ટાઈમમાં બન થઇ ગઈ. પછી તેને હાર્ડવેરની નાની દુકાન ચાલુ કરી અને દુકાન ધીમે ધીમે સારી ચાલવા લાગી. તેમને ત્યાંની જ એક કાશ્મીરી છોકરી સાથે લગન કર્યા તેમની પત્નીએ પણ તેમને ખુબ સાથ આપ્યો. અને એક દિવસ એવો આવ્યો કે જોત જોતા માં નરેન્દ્ર્ર ભાઈ કેન્યાના સુધી મોટા હાર્ડવેરના વેપારી થઇ ગયા પૈસા ભેગા થતા રોલિંગ કરતી દેવકી સ્ટીલ મિલ ની સ્થાપના કરી. પ્રોડકશન થી લઈને માલના પેકેજિંગ નું કામ નરેન્દ્ર્ર ભાઈ જાતે જ સંભારતા હતા.


સારી એવી પ્રગતિ થતાંજ ચાઈના ની ફેક્ટરી થી મશીનરી લઇ આવ્યા. પછી તેમને પાછું વરીને જોયું નથી આજે તેઓ દેવકી ગ્રુપ ઓફ કપનીઝ આફ્રિકાની જોરદાર ઔધીગિક ફર્મ બની ગઈ છે. ૧૬ જેટલી ફેક્ટરી ઉભી કરી છે નરેન્દ્ર્ર ભાઈ એ ૧૫ હજાર આફ્રિકનોને રોજગારી પુરીપાડે છે આ નરેન્દ્ર્ર ભાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *