ભારત એક ધાર્મિક આસ્થા માં માનતો દેશ છે મિત્રો જાણતા હશો કે હિન્દૂ ધર્મ ના લોકો પોતાના ઇષ્ટ દેવ ને પૂજવા માટે મંદિર જાય છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે આજે પણ ભારત ના એવા કેટલાક મંદિર આવેલા છે જેના રહસ્ય આજે પણ તેના રહસ્ય ઉકેલાય નથી છે આવા મંદિર ઉપર ઘણા રિચર્ચ થયા પણ તેના રહસ્યો નો ઉકેલ મળ્યો નથી આજે હું તમને એવા એક મંદિર વિષે માહિતી આપીશ.
ભારત માં તેત્રીસ કરોડ દેવીદેવતા છે તે બધાને અલગ અલગ વિશેષ્ટતા છે દેરક ને અલગ રીતે પૂજવામાં આવે છે ભારત માં ભગવાન ઉપર શ્રદ્ધા રાખવા વાળા લોકો બધી જગ્યે મળી રહે છે તેમાં સૌથી વધારે મશહૂર છે ઉત્તરાખંડ તેને દેવ ભૂમિ પણ કહેવામાં આવે છે ભારત માં આવેલા ચાર ધામ માંથી ત્રણ ધામ તો ઉત્તરાખંડ માં આવેલા છે આજે ઉત્તરાખંડ માં એક એવું મંદિર આવેલું છે જેના ચમત્કાર જોઈને વિશ્વ ના બધા વૈજ્ઞાનિક પરેશાન છે આ મંદિર ના રહસ્યો આજ દિવસ સુધી વણઉકેલાયાં છે.
આજે હું તમને ઉત્તરાખંડ માં આવેલા કસાર દેવીના ચમત્કારી મંદિર વિષે માહિતી આપીશ કસાર દેવી મંદિર ઉત્તરાખંડ ના અલમોરા થોડા કિલોમીટરના અંતરે આવેલું છે તે એક પહાડ ઉપર આવેલું એક નાનકડું દેવી નું મંદિર છે જે ખુબ ચમત્કારી મંદિર છે એવું કહેવામાં આવે છે કે આ મંદિર ની મુલાકાત સ્વામી વિવેકાનંદ પણ ઈ.સ ૧૮૯૭ માં લીધી હતી. આ મંદિર ની વિશેષ્ટતા એ છે કે મંદિર ની આજુ બાજુ એવો ચુંબકીય પ્ર્ભાવ પડે છે જે આજ દિન સુધી નાસા ના વૈજ્ઞાનિકો માટે પણ રહસ્ય છે આ મંદિર ની આજુબાજુ વેન એલેન બેલ્ટ છે અહીં ચુંબકીય ક્ષેત્રનો પ્રભાવ પડે છે જેના લીધે અહીં આવનારા લોકો ને શાંતિ નો અનુભવ થાય છે.
અહીં આવનારા ભક્તોનું એવું કહેવું છે કે મંદિર ના પરિસરમાં પ્રવેશવાના સાથે એક અલગજ પ્રકારની શાંતિ નો અનુભવ થાય છે એક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે મંદિર ના પ્રટાંગણ માં કસાર દેવી એ શુંભ અને નિશુંભ નામના બે રાક્ષસોનો વધ કર્યો હતો તે સમય થી મંદિર ની અંદર ચમત્કારી શક્તિ રહેલી છે. અહીં દૂર દૂર થી ભક્તો પોતાની મનોકામના લઈને આવે છે અને માં કસાર દેવી તે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે આ ભારત નું એક માત્ર મંદિર છે જ્યાં ચુંબકીય ક્ષેત્રનો પ્રભાવ પડે છે