ભારત એક એવો દેશ છે જ્યાં મોટી સંખ્યામાં પ્રાચીન, ઐતિહાસિક અને ચમત્કારિક મંદિરો આવેલા છે. દરેક મંદિરની પાછળ નેનો પણ ઇતિહાસ જોડાયેલ હોય છે. આવા ઇતિહાસ અને ચમત્કારોથી પ્રેરાઈને ભક્તો દર્શનાર્થે જતા હોય છે. ઘણા એવા મંદિર છે કે જ્યાં ભક્તોની ભારે ભીડ એકઠી થતી હોય છે. કારણકે ત્યાં ભક્તોએ સાચા મનથી રાખેલી માનતા પૂર્ણ થતા તે માનતા પુરી કરવા માટે આવે છે. દરેક મંદિર પોત પોતાના અલગ ચમત્કારોથી પ્રસિદ્ધિ મેળવતા હોય છે. જેથી તે ભક્તો માટે મહત્વનું કેન્દ્ર બની જતું હોય છે.
કોઈ પણ ભગવાનની સાચા મનથી પ્રાર્થના કરો તો કોઈ પણ ભક્ત પર આવેલી મુશ્કેલી, સમસ્યા દૂર થતી હોય છે પણ આપણે દેવી દેવતા પર શ્રદ્ધા હોવી જોઈએ. તો જાણો તેવા જ એક સાક્ષાત ચમત્કારિક મંદિર વિષે. આ મંદિર વિજાપુરથી પિલવાઇ રોડ પર આવેલા ખણુસા ગામમાં આવેલ પ્રસિદ્ધ મેલડી માતાનું મંદિર જ્યાં તમને જતાની સાથે જ શાંતિનો અહેસાસ થશે. એવું માનવામાં આવે છે કે ત્યાં દર્શને આવતા દરેક ભક્તોની મનોકામનાઓ મેલડી માં પરી પૂર્ણ કરે છે.
આ મંદિરમાં રવિવારના દિવસે ભક્તોની ભીડ ઉમટી પડે છે અને દર્શન કરી પાવન થાય છે અને મોટી સંખ્યામાં લોકો મેલડી માનો પ્રસાદ લે છે. આ મંદિરમાં મેલડીમાંના અનેક ચમત્કારો જોવા મળ્યા છે. જે કોઈ ભક્તને પીડા કે પરેશાની હોય તો તે મેલડીમાંના દર્શન કરીને રજૂઆત કરે છે. ત્યારે તે ભક્તની તકલીફો મેલડીમાં દૂર કરે છે. આ મંદિરમાં રવિવારના દિવસે તો ભક્તો મોટી સંખ્યામાં આવતા જ હોય છે અને વાર તહેવારે પણ ભક્તોની ભારે ભીડ જામે છે. આ મંદીમાં આવતા દર્શનાર્થીઓ માટે સારી એવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આવનાર ભક્તો મેલડીમાં અહીં સાક્ષાત બિરાજમાન છે તેવું માને છે.